Gujarat Land Expert™ · પહેલી આવૃત્તિ
જમીન જોવાય નહીં,
વંચાય.
૩૫ વર્ષનો અનુભવ. એક પુસ્તક.
જમીન લેતાં કે વેચતાં પહેલાં, જે કોઈ કહેતું નથી, તે અહીં લખેલું છે.
૭/૧૨ (7/12) · ૮-અ · ફેરફાર નોંધ · માપણી શીટ · TP/DP નકશો · ગુજરાતમાં જમીન ખરીદી-વેચાણ
₹2,499 ૪૦૦+ પાનાં · હાર્ડકવર · બધા કર સહિત





પાનું 124 · પ્રકરણ ૦૮ · ૭/૧૨ ઉતારો, ૧૦ ટપકાં સાથે · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 162 · પ્રકરણ ૧૦ · DILR માપણી શીટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 190 · આકૃતિ ૧૧.૧ · ૨૧ લાલ ઝંડા · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 195 · પ્રકરણ ૧૨ · ટોકન આપતાં પહેલાં વાંચો · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 396 · પરિશિષ્ટ A · માસ્ટર ચેકલિસ્ટ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

પાનું 426 · આકૃતિઓની સૂચિ · નમૂનો
નમૂનાનાં પાનાં: શરૂઆતનો ભાગ વાંચી શકાશે, બાકીનો ભાગ પુસ્તકમાં.

ફેરવીને જુઓ · ક્લિક કરીને અંદર વાંચો
વાંચ્યા પછી શું શીખશો?
માણસ, નકશો, કાયદો, ભવિષ્ય અને જમીન —
પાંચેયને સાથે વાંચતાં કોઈ શીખવતું નથી.
આ પુસ્તક એ શીખવે છે.
- 01માણસસામે બેઠેલો વેચનાર કોણ છે અને ખરેખર માલિક છે કે નહીં.
- 02નકશોકાગળ પરની હદ અને ખેતરની હદ એક જ છે કે નહીં.
- 03કાયદોજૂની-નવી શરત, પ્રતિબંધ અને કલમ — પાયાની સમજ જાતે મેળવો.
- 04ભવિષ્યTP, DP અને "વિકાસ આવે છે" — અફવા કે સરકારી કાગળ.
- 05જમીન૭/૧૨, ૮-અ, ફેરફાર નોંધ — દરેક એન્ટ્રી જાતે વાંચો.
ગુજરાતનું પહેલું પુસ્તક જે આ પાંચેય એક સાથે શીખવે છે
૩૫ વર્ષ જે શીખવામાં ગયાં, તે એક પુસ્તકમાં.
વાંચ્યા પછી તમારી પાસે ત્રણ વસ્તુ હશે:
- 01
વધુ સારા સવાલ
વ્યવહારમાં સાથે રહેનાર દરેક — વેચનાર, દલાલ, તલાટી કે વકીલ — સાથે તૈયારી અને સાચા સવાલ સાથે વાત કરી શકશો.
- 02
રેકોર્ડ અને નકશાની સમજ
૭/૧૨, ૮-અ, ફેરફાર નોંધ, માપણી શીટ અને TP/DP નકશા જાતે વાંચી શકશો.
- 03
નિર્ણય પહેલાંની તપાસ
ટોકન, બાનાખત કે દસ્તાવેજ પહેલાં શું ચકાસવું — ચેકલિસ્ટ તમારા હાથમાં.
પહેલી આવૃત્તિ · હાર્ડકવર
₹2,499
૪૦૦+ પાનાં · હાર્ડકવર · દરેક સોદા પહેલાં ફરી ખોલવાનું પુસ્તક
અંદર: વાર્તા નહીં, વાપરવાનાં સાધન
અંદર શું છે- 23પ્રકરણ
- 23સાચા કિસ્સા
- 21લાલ ઝંડા
- 10ટોકન પહેલાંની તપાસ
- 12કાગળની ફાઇલ
- A–Iપરિશિષ્ટ: માસ્ટર ચેકલિસ્ટ, શબ્દકોશ, ફી, માપ
સાથે: ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ · કયો કાગળ ક્યાંથી મળે · કયા કામ માટે કઈ કચેરી કે પોર્ટલ · માપ રૂપાંતર · ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ
દરેક પ્રકરણના અંતે ચેકલિસ્ટ · દરેક કાનૂની વાત સાથે સ્રોત · ૪૦૦+ પાનાં
છપાયેલું પુસ્તક
હાથમાં લઈને જુઓ.
હાર્ડકવર, ક્રીમ પેપર, ૪૦૦+ પાનાં. આ વિડિયોમાં છાપખાનેથી આવેલી પહેલી નકલ છે.
- ફોર્મેટ
- હાર્ડકવર · 7 × 9 ઇંચ · ૪૦૦+ પાનાં · ક્રીમ પેપર
- ISBN
- 978-93-345-0988-5
જમીન લો, વેચો, વારસામાં મળે, વિદેશથી સંભાળો કે જમીનના ધંધામાં પહેલું પગલું મૂકો — ૩૫ વર્ષના અનુભવથી શરૂઆત કરો.
પહેલી આવૃત્તિ: ફક્ત ૧૦૦૦ નંબરવાળી નકલ.
સહી અને નંબર ફક્ત પહેલી આવૃત્તિમાં. બીજી વાર નહીં મળે.
- ✓નંબરવાળી, સહીવાળી હાર્ડકવર નકલ
- ✓પ્રકરણ ૧૨ ના ફોર્મેટમાં રસીદ
- ✓ફાઉન્ડર્સ WhatsApp ચેનલ
સવાલ-જવાબ
‘જમીન વાંચવાની કળા’ પુસ્તક શેના વિશે છે?
જમીનને માત્ર જોવી નહીં, પરંતુ તેને વાંચતાં અને સમજતાં શીખવતું આ પુસ્તક છે. માણસ, નકશો, કાયદો, ભવિષ્ય અને જમીન — આ પાંચ દિશાથી જમીનને એક સાથે સમજવાનો વ્યવસ્થિત અભિગમ તેમાં છે. ગુજરાતમાં આ પાંચેય એક સાથે શીખવતું આ પહેલું પુસ્તક છે.
જમીનની માહિતી, દસ્તાવેજ, નકશા અને અન્ય અગત્યની બાબતો સરળ ગુજરાતી ભાષામાં સમજાવવી એ આ પુસ્તકનો મુખ્ય હેતુ છે.
આ પુસ્તકમાં ખાસ શું શીખવા મળે છે?
જમીન સમજવા માટેનું જ્ઞાન અને રોજ કામ આવે તેવી સંદર્ભ સામગ્રી, બંને એક જ પુસ્તકમાં:
- પાંચ દિશાનો અભિગમ — ૨૩ પ્રકરણમાં, સાચા કિસ્સા સાથે
- ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ — જમીનના વ્યવહારના શબ્દો સરળ ગુજરાતીમાં
- કયો કાગળ ક્યાંથી મળે તેની યાદી
- કયા કામ માટે કઈ સરકારી કચેરી કે પોર્ટલ તેની માહિતી
- જમીનના માપનું રૂપાંતર — હેક્ટર, એકર, વીઘા, ચોરસ મીટર
- ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ — જમીન જોતાં પહેલાંથી દસ્તાવેજ પછી સુધી
જમીન જોતાં પહેલાંથી લઈને દસ્તાવેજ પછી સુધીની ચેકલિસ્ટ પુસ્તકમાં છે?
હા. પુસ્તકમાં ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ આપવામાં આવી છે:
- જમીન જોતાં પહેલાં
- ટોકન આપતાં પહેલાં
- દસ્તાવેજ કરતાં પહેલાં
- દસ્તાવેજ પછી
આ ચેકલિસ્ટ દરેક તબક્કે કઈ બાબતો પર ધ્યાન આપવું તે યાદ રાખવામાં મદદ કરે છે. ચેકલિસ્ટનાં પાનાંનો ફોટો મોબાઇલમાં રાખીને જમીન જોવા જતી વખતે કે વ્યવહારની તૈયારી કરતી વખતે સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકો છો.
પુસ્તકનો ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ શું કામ આવે છે?
જમીનના વ્યવહારમાં ગુજરાતી, અંગ્રેજી અને સરકારી પરિભાષાના ઘણા શબ્દો વપરાય છે, અને તેમનો સાચો અર્થ સમજવો જરૂરી છે.
પુસ્તકના શબ્દકોશમાં દરેક શબ્દ સાથે તેનું અંગ્રેજી કે સરકારી નામ, સરળ ગુજરાતી અર્થ અને સંબંધિત પ્રકરણનો સંદર્ભ મળે છે.
જંત્રી, બોજો, સત્તાપ્રકાર, ફેરફાર નોંધ, ઇન્ડેક્સ-૨, અવિભાજિત હિસ્સો અને ચતુર્સીમા જેવા શબ્દો સમજવા માટે આ વિભાગ કાયમ ઉપયોગી સંદર્ભ છે.
₹૨,૪૯૯માં વાચકને શું મળે છે?
₹૨,૪૯૯માં તમને ‘જમીન વાંચવાની કળા’નું સંપૂર્ણ હાર્ડકવર પુસ્તક મળે છે:
- જમીન સમજવાનો પાંચ દિશાનો અભિગમ અને ૨૩ પ્રકરણ
- ગુજરાતી–અંગ્રેજી શબ્દકોશ
- દસ્તાવેજ અને ફોર્મની યાદી — કયો કાગળ ક્યાંથી મળે
- સરકારી કચેરી અને પોર્ટલની માહિતી
- માપના એકમોનું રૂપાંતર
- ચાર તબક્કાની માસ્ટર ચેકલિસ્ટ
- પહેલી આવૃત્તિમાં લેખકની સહી અને ક્રમ-નંબરવાળી નકલ, ભારતમાં મફત ડિલિવરી
આ પુસ્તક એક વાર વાંચીને મૂકી દેવાનું નથી. જ્યારે પણ જમીનની વાત આવે, ત્યારે ફરી ખોલીને સંદર્ભ લેવાનું પુસ્તક છે.
શું પુસ્તક વાંચવા માટે કાયદાનું પહેલેથી જ્ઞાન હોવું જરૂરી છે?
ના. પુસ્તકનો હેતુ જમીનની બાબતો સરળ ગુજરાતીમાં સમજાવવાનો છે. જમીનના વ્યવહારમાં વપરાતા શબ્દો, દસ્તાવેજો અને સંબંધિત માહિતીની પાયાની સમજ વિકસાવવા માટે તે ઉપયોગી છે.
કોઈ ચોક્કસ જમીનના કાયદાકીય હક કે દસ્તાવેજની માન્યતા નક્કી કરવા માટે જરૂરી દસ્તાવેજી ચકાસણી અને નિષ્ણાતની સલાહ લેવી.
